Sunday, February 25, 2018

મમ્મી જીવી રહી છે...

કોણ કહે છે મમ્મી મારી, મરી ગઈ છે,
અરે એ તો મારા અંતરમાં જીવી રહી છે,
નાની કરી પોતાની ઉંમર, જીવન મારું લાંબુ કરી ગઈ છે,
મમ્મી મારા હૃદયમાં જીવી રહી છે,
આત્મવિશ્વાસ, અને સ્વાવલંબીનો ગુણ શીખવી ગઈ છે,
મમ્મી મારી મારા સંસ્કારોમાં જીવી રહી છે,
માન, સન્માન, પ્રેમ, સ્નેહ ને લાગણીઓનો વારસો સોંપી ગઈ છે.
મમ્મી મારી યાદોમાં જીવી રહી છે,
નવું નવું શીખવાની જીજ્ઞાસા પ્રગટાવી ગઈ છે,
મમ્મી મારી આવડતમાં જીવી રહી છે,
અંતરમાં નિખાલસતા અને પ્રસન્નતાનું બીજ રોપી ગઈ છે,
મમ્મી મારા હસમુખા સ્વભાવમાં જીવી રહી છે,
સકારાત્મકતાનો પાઠ ભણાવી ગઈ છે,
મમ્મી મારા સકારાત્મક વિચારોમાં જીવી રહી છે.
કોણ કહે છે મમ્મી મારી, મરી ગઈ છે,
અરે એ તો મારા રોમરોમમાં જીવી રહી છે.

- હાર્દિક "કલ્પદેવ" પંડ્યા.

4 comments:

  1. ખૂબ ભાવવહી શબ્દો...અંતરમાંથી નીકળેલી લાગણી ભાઈ!

    ReplyDelete
  2. ખૂબ લાગણીસભર ભાવ...સ્પર્શી ગયું.

    ReplyDelete