Saturday, December 24, 2016

જરા ધીરે બાપુડીયા

વારાફરથી વારો,
ગૂંજશે તારોય નારો,
આમ ઉતાવળે ક્યાં ચાલ્યો ?
જરા ધીરે બાપુડીયા !

પથમાં આવશે ગારો,
દિમાગનો ચડશે પારો,
પીઠે ભોંકાશે ત્યાં ભાલો.
જરા ધીરે બાપુડીયા !

ક્યારેક ચરાવશે ચારો,
કટાક્ષ આપશે સારો,
અપશબ્દમાં કે'શે " સાલ્લો.."
જરા ધીરે બાપુડીયા !

જીવતા સજાવશે હારો,
એમ બતાવશે આરો,
બરબાદ કરશે મે'નતનાં ફાલો.
જરા ધીરે બાપુડીયા !

અંતે ચમકશે તારો,
મીઠો લાગશે સાગર ખારો,
દાઢમાં બોલશે વ્હાલો વ્હાલો..
જરા ધીરે બાપુડીયા !

-શીતલ ગઢવી"શગ"

Tuesday, December 13, 2016

ખરી પડેલી લાગણી...!

એક લાગણી નામે પ્રેમ..
હૃદયમાંથી ખરી પડી..!

હૃદયે બહુ ધમપછાડા કર્યા..
આખા શરીરની ક્રિયાઓ રોકી નાખી..!

શરીર પરેશાન.. મન દુઃખી..!
અંતે મન અને શરીર વચ્ચે ઘર્ષણ થયું.
પ્રેમને હૃદયમાં ફરી સ્થાપિત કરવા..

પણ.. આ તો પ્રેમ!
ઈશ્વર વસી જાય હૃદયમાં જરૂરત પડતા..

પણ પ્રેમ..?

પ્રેમને પ્રેમ સિવાય કોઈ હૃદયમાં લાવી શકે..!?
અને હ્રદયને એક બીજો મહેમાન મળ્યો..
ખાલીપણું..!

હ્રદયના ઊંડાણમાં એ ખાલીપણું ધરબાઈ ગયું..
શરીર એ ખાલીપણા સાથે જ જીવી ગયું..
ને આ ધબકતી દુનિયાએ એની નોંધ સુદ્ધાં ના લીધી..!!!

-મીરા જોશી

Tuesday, October 25, 2016

વિશ્વાસ...

શું સાંભળીશ તું..?

વાર્તા એક ખરાબ માનવની..

જાણું છું સાચી નહિ લાગે આ કહાની વિશ્વાસની..

કરતો હતો જેમ ભરોસો દરેક ગલી મહોલ્લા પર..

એમજ કરતો રહ્યો વિશ્વાસ દરેક માનવી પર પણ..

કેટલા સ્નેહથી પાળી સાંભળી હતી મેં

દરેક વિશ્વાસની ઈંટને..

પછી એક દિવસ એવું થયું..

પછી એક દિવસ એવું થયું કે..

નીકળ્યું એક ખંજર એ જ ગલીમાંથી..

જ્યાં વિશ્વાસ દફન હતો મારો..

ખંજર એ આરપાર થયું મારી અંદરથી અને..

ચીરીને લઇ ગયો વિશ્વાસ મારો..!

-મીરા જોષી

Monday, October 24, 2016

એક રાત હતી એ

એક રાત હતી એ,

એક રાતની માત્ર એક વાત હતી એ,

કેટલી રાતો, કેટલી વાતો, કેટલા શ્વાસ હજી બીજા છે,

પછી ઉદાસ છે શાને તું?

આંખ છે, નજર છે, તો સપનાં પણ હશે...

ભાવના છે, હિમ્મત પણ છે, તો સપનાં સાચા પણ થશે...

એક રાત હતી એ, એક રાતની માત્ર એક વાત હતી એ...

આખરે વાત બદલવામાં વાર કેટલી લાગે છે.?


-મીરા જાષી.

Tuesday, August 2, 2016

સુંદર મજાની સવાર આવી

સુંદર મજાની સવાર આવી,
નવા મજાના વિચાર લાવી,

પહેલાં મળી લેખક બનવાની ચાવી,
આજે મળી કવિ થવાની ચાવી,

શરુ શું થયું સર્જન વાર્તા અને કવિતાનું,
સર્જનાત્મક્તા લાવી પ્રસિધ્ધિ મેળવવાની ચાવી.

સાહિત્ય-સર્જનનું સ્તર થયું ઊંચુ,
રચનાકારો માટે આકાશ ચુમવાની તક આવી
સુંદર મજાની સવાર આવી,
નવા મજાના વિચાર લાવી

હાર્દિક પંડયા

છે અઘરું, છે સહેલું...

સલાહ માનવી છે અઘરી,
સલાહ આપવી છે સહેલી,

સન્માન કરવું છે અઘરું,
અપમાન કરવું છે સહેલું,

કસોટીમાંથી પાર થવું છે અઘરું,
કસોટી કરવાનું એટલું જ છે સહેલું,

મારો જીવનનિર્વાહ હતો અઘરો,
તારા સથવારાએ કરી દીધો સહેલો.

કવિતા વિષય તો છે અઘરો,
તારી યાદ બનીપ્રેરણા,
અને વિષય બની ગયો સહેલો.


હાર્દિક પંડયા

Friday, July 29, 2016

જીવન જીવતા શીખો



જીવન જીવતા શીખો સાદાઈથી,
કર્મ કરતાં શીખો ઇમાનથી,
મળશે સફળતા જીવનમાં સહેલાઇથી.

સફળતા નો અર્થ ન આકશો પૈસાથી,
એનો અર્થ તો થાય છે આર્થિક ની સાથે,
સાંસારિક, સામાજિક, ને કૌટુંબિક સુખથી.

પ્રમાણિક્તા અપાવે પ્રસિદ્ધિ હકથી,
ને સન્માન મળે લોકથી,

જીવનમાં સંબંધો કેળવો પ્રેમથી,
મળશે પ્રેમ આપોઆપ સંબંધોથી,

જીવનમાં રાખો સકારાત્મકતા નો ભાવ અંતરથી,
આનંદનો ઉદભવશે ભાવ હ્રદયથી,

નિરાશ ન થશો દુખ, દર્દ, કે વેદનાથી,
એ તો છે પરીક્ષા જે લેવાઈ ભગવાનથી.
ઊગારવા ને તારવા આપનું જીવન,
ને પાડવા આપને જુદા આ સંસારથી,

જીવન જીવો સહેલાઇથી,
અધીર ન બનશો પડેલ દુખોથી,
પ્રભુ સ્મરણ ક્રરો પ્રેમ ભાવથી,
અદભૂત શક્તિનો સંચાર થશે તેમના આશીર્વાદથી,

બનશે જીવન સરળ સહેલાઈથી,
જીવન જીવતા શીખો સાદાઈથી.



haidRk p>Dya


જીવન માં કર્યા ઘણાય પુણ્યો ના કામ


જીવન માં કર્યા ઘણાય પુણ્યો ના કામ;
ને માતા પિતા પર ગુસ્સો કરવા જેવા ઘણા ય પાપ.
પસ્તાવે નીકળ્યા આખે આંસુડાં ની ધાર;
ને સ્વભાવે રોકી લીધા આસુડાં  દ્વાર.
માગી ના મોઢેથી માફી, તે કાજ
માગું છું માફી, રુદય થી આજ .
મારી એકજ અરજ  સૌને આજ
કરજો  માતા-પિતાનું  સન્માન ત્રણે ય કાળ
આપ્યો છે સમય માતા-પિતાએ સમજવા તેમની ઇચ્છાઓ અને ભાવનાઓને,
આપજો તમે પણ સમય તેમને તમન્નાઓ તમારી પૂરી કરવાને.
છે માતા-પિતા તો આપણાં સ્મિતના ભૂખ્યા પીરસજો તેમને હાસ્ય અને સન્માનના પકવાન
ઉદરથી ઉર સુધી સંતોષાઈ જે મળશે આશીર્વાદ
તે બનશે આપણા જીવનની પ્રત્યેક સફળતાના વરદાન.
અરજ કરવી સલાહ આપવી છે સેહલી
પણ તેનું સ્વપાલન બાબત છે એટલી જ અઘરી.
કરું હું માત્ર એટલી અરજ મારા જનક-જનેતાને
માફ કરો તમ બાળક ને
ઉશ્કેરાયો હું એ મારી ભૂલ નહીં પણ ખામી છે
ના વ્યક્ત કરી શક્યો ભાવના જે મારી છે
માંગુ હ્રદયથી માફી, દુભાવા હ્રદય તમારૂ

ફરજ એ મારી છે.


haidRk p>Dya